(તસવીરઃ- સરદાર વલ્લભભાઈ પટેલની ફાઈલ તસવીર)
આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. અને મૃત્યુ 15મી ડિસેમ્બર, 1950ના રોજ મુંબઈમાં થયું હતું. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં.
વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.
(સરદાર પટેલની રેર તસવીર)
- સરદારને ખેડૂતો પ્રિય હતા
વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો.સરદારને ખેડૂતો પ્રિય હતાં. અને તેથી જ આજે દેશભરની મોટાભાગના માર્કેટ યાર્ડના નામ સરદાર વલ્લભભાઈ સાથે જોડાયેલા છે. નાના કસબાના માર્કેટ યાર્ડ હોય કે મહાનગરોના મોટાભાગે સરદારનું નામ જોડાયેલું જોવા મળે છે. જે ખેડૂતો તરફી સરદારનો પ્રેમ દર્શાવે છે.

- જૂનાગઢને ભારતમાં ભેળવ્યું
સરદારનું પોતાનુ વતન ગુજરાત હોવાને કારણે તેમના માટે જુનાગઢ ખુબ મહત્તવનું હતું. સર શાહનવાઝ ભુત્તોના દબાણને વશ થઈને ત્યાંના નવાબે પાકિસ્તાનમાં વિલિનીકરણ સ્વીકાર્યું કે જ્યારે તે પાકિસ્તાનથી ઘણું દુર હતું તેમજ ત્યાંની ૮૦ ટકા પ્રજા હિંદુ હતી. સરદારે મુત્સદ્દીગીરી તથા બળનો સમન્વય કરતા નવાબ પાસે માંગણી કરી હતી કે તેઓ પાકિસ્તાન સાથેના વિલિનીકરણને રદ્ કરીને ભારત સાથે સમન્વિત થઈ જાય. તેમણે પોતાનો ઈરાદો પુરવાર કરવા જુનાગઢની હકૂમત નીચેના ૩ પ્રદેશોનો તાબો લેવા સેનાને મોકલી હતી.

મોટાપાયાના આંદોલનો તેમજ લોક સરકાર, કે જેને ‘આરઝી હુકુમત’ કહેવામા આવી, તેના બન્યા પછી ભુત્તો તેમજ નવાબ બન્ને કરાચી પલાયન થઈ ગયા અને સરદારના આદેશાનુસાર ભારતિય સેના તેમજ પોલીસની ટુકડીઓએ રાજ્યમાં કુચ કરી તાબો લીધો. ત્યાર બાદ લેવાયેલા મતદાનમાં ૯૯.૫ ટકા મતો ભારત સાથેના વિલિનીકરણની તરફેણમાં પડ્યા હતા. જુનાગઢનો તાબો લીધા બાદ ત્યાંની બહાઉદ્દીન કોલેજમાં ભાષણ આપતી વખતે સરદારે હૈદરાબાદ માટેની ઉત્સુકતા વર્ણવી હતી કે જે તેમના મતે ભારત માટે કાશ્મિર કરતાં પણ વધુ મહત્તવનુ રાજ્ય હતું.
(સરદાર પટેલની રેર તસવીર)
- હૈદરાબાદને ભારત સાથે જોડ્યું
હૈદરાબાદ બધા રજવાડાઓમાં સૌથી મોટું હતું અને અત્યારના આંધ્ર પ્રદેશ, કર્ણાટક તથા મહારાષ્ટ્રના ભાગોનો તેમાં સામાવેશ થતો હતો. ત્યાંના શાસક નિઝામ ઓસ્માનઅલી ખાં મુસ્લિમ હતા પણ ૮૫ ટકા પ્રજા હિંદુ હતી. નિઝામને સ્વતંત્રતા કે પછી પાકિસ્તાન સાથે સમન્વય જોઈતો હતો. રઝાકર તરીકે ઓળખાતા કાઝી રાઝવી હેઠળના મુસ્લિમ દળો કે જે નિઝામ પ્રત્યે નિષ્ઠા ધરાવતા હતા તેમણે નિઝામ ઉપર ભારત સામે ઉભા રહેવા માટે દબાણ કર્યું હતું અને સાથોસાથ સામ્યવાદી લડાઈખોરો સાથે મળીને ભારતની ભુમી ઉપર વસતા લોકો ઉપર હુમલાઓ કર્યા હતા. લડાઈ ટાળવાના લોર્ડ માઉન્ટબેટનના અત્યંત પ્રયાસ બાદ હયાતીમાં આવેલા સ્ટેન્ડ સ્ટિલ (જેમ છો તેમ) કરાર છતા નિઝામ દરખાસ્તો ઠુકરાવીને પોતાનું વલણ બદલતા રહ્યા. સપ્ટેમ્બર ૧૯૪૮માં સરદારે મંત્રીમંડળની બેઠકમાં ભાર પુર્વક કહ્યું હતું કે ભારતે વધારે સહન ન કરવું જોઈએ અને તેમણે નેહરુ તથા ચક્રવર્તિ રાજગોપાલાચાર્ય ને લશ્કરી કાર્યવાહી માટે મનાવી લીધા હતા.
તૈયારીઓ બાદ, જ્યારે નેહરુ યુરોપની યાત્રા ઉપર હતા ત્યારે કાર્યવાહી પ્રધાનમંત્રી તરીકે સરદારે ભારતિય સેનાને હૈદ્રાબાદને ભારતમાં સમન્વિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આખી યોજનાને ઓપરેશન પોલોનું નામ આપવામાં આવ્યું કે જેમાં હજારો રઝાકર દળના સભ્યો મરણ પામ્યા, પણ જેના અંતે હૈદરાબાદનું ભારતમાં સંપુર્ણપણે વિલણીકરણ થઈ ગયું. લોર્ડ માઉન્ટબેટન તથા નેહરુનો બળ નહી વાપરવા પાછળનો હેતુ હિંદુ – મુસ્લિમ હિંસા ટાળવાનો હતો, પણ સરદારનો ભારપુર્વક મત હતો કે જો હૈદરાબાદને તેનો અઢંગા ચાળા ચાલુ રાખવા દિધા હોત તો સરકારની પ્રતિષ્ઠાને હાની પહોંચી હોત અને હિંદુ કે મુસ્લિમ કોઈ તેના રાજમાં સુરક્ષિતતાનો અનુભવ ન કરત. નિઝામને હરાવ્યા બાદ સરદારે તેમને રાજ્યના ઔપચારિક પ્રમુખ તરીકે રહેવા દઈ તેમની સાથે વાટાઘાટો કરી હતી.

- સંવિધાનમાં મહત્વની જવાબદારી નિભાવી
ગર્વનર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, નેહરુ તેમજ સરદાર એ ત્રિમુર્તિએ મળીને ૧૯૪૮ થી ૧૯૫૦ સુધી ભારતની કમાન સંભાળી હતી. જ્યારે પ્રધાનમંત્રી નેહરુ જનસમુદાયમાં ખુબ લોકપ્રીય હતા ત્યારે સરદારે સામાન્ય કોંગ્રેસી કાર્યકર, રાજ્યોના નેતાઓ તેમજ ભારતીય સનદી સેવાનો ભરોસો તેમજ વફાદારી માણી હતી.. સરદારે ભારતીય સંવિધાન સભામાં વરિષ્ઠ નેતાની ભુમિકા ભજવી હતી તેમજ ભારતના સંવિધાનના ઘ઼ડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. ડો. બાબાસાહેબ આમબેડકરને પ્રારૂપ સમિતિના પ્રમુખ તેરીકે નિમવામાં તેમજ વિવિધ રાજકીય સિદ્ધાન્તો ધરાવતા નેતાઓનો સંવિધાનની ઘડતર પ્રક્રિયામાં સમાવેશ કરવામાં તેમણે મહત્ત્વની ભુમિકા ભજવી હતી..

- સહકારી દુધ ઉત્પાદક યુનિયન લિમિટેડ બનાવવા માટેનુ માર્ગદર્શન પુરુ પાડ્યું
ગુજરાતી ખેડુતોના એક પ્રતિનિધિમંડળે આવીને તેમને કહ્યું કે વચેટીયાઓ પાસે છેતરાયા વિના બજાર સુધી વેચાણ માટે દુધ પહોંચાડવું ખેડુતો માટે અશક્ય હતું, ત્યારે સરદારે તેમને દુધનું પ્રક્રિયાકરણ તેમજ વેચાણ જાતે કરવા કહ્યું હતુ તેમજ કાયરા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક યુનિયન લિમિટેડ બનાવવા માટેનુ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આજ યુનિયન પછીથી અમુલ દુધ ઉત્પાદક સંઘ તરીકે પ્રચલિત થયું. સરદારે સૌરાષ્ટ્રમાં આવેલા પ્રાચીન પણ જીર્ણ તેવા સોમનાથ મંદીરના પુર્નનિર્માણનું બીડું જડપ્યું હતું અને તેના માટે જાહેર મંડળની રચના પોતાની દેખરેખ હેઠળ કરી હતી. મંદીરના જીર્ણોદ્ધારનું કામ તેમના દેહાંત બાદ પુરુ થયું હતુ અને તેનું ઉદ્ઘાટન ત્યારના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું.

- કાશ્મિરમાં સેના મોકલી
૧૯૪૭માં પાકિસ્તાને કા્શ્મિર ઉપર હુમલો કર્યો ત્યારે સરદારને તુરંતજ ત્યાં સેના મોકલાવી હતી. પણ નેહરુ તેમજ માઉન્ટબેટન સાથે સહમત થઈને તેમણે કાશ્મિરના રાજાએ ભારતમાં વિલણીકરણ સ્વીકાર્યું ત્યાં સુધી રાહ જોઈ હતી. ત્યાર બાદ સરદારની દેખરેખ હેઠળ ભારતીય સેનાનીએ શ્રીનગર, બારમુલા પાસ તેમજ બીજો ઘણો પ્રદેશ આક્રમણકારીઓ પાસેથી પાછો મેળવ્યો હતો. સરદારે રક્ષા મંત્રી બલદેવ સિંહ સાથે મળીને સેનાની આખી કામગીરીનું સંચાલન કર્યું હતું કે જેમા ભારતનાં વિભીન્ન ભાગોથી સેનાની ટુકડીઓને ત્વરિત કાશ્મિર પહોંચતી કરવી તેમજ શ્રીનગર અને પઠાણકોટને જોડતો સેનાના વપરાશ માટેનો રસ્તો ૬ મહીનામાં તૈયાર કરી આપવાનુ પણ સામેલ હતું.
સરદારે નેહરુને કાશ્મિર મામલા માટે સંયુક્ત રાષ્ટ્ સંધમાં નહી જવાની ખુબ ભારે ભલામણ કરી હતી અને એ વાતનો આગ્રહ રાખ્યો હતો કે આક્રમણકારીઓને ટેકો આપીને પાકિસ્તાને ખોટું કર્યું હતું તેમજ કાશ્મિરના રાજાએ કરેલા ભારતમાં વિલિણિકરણના કરાર કાયદેસર અને માન્ય હતા. તેમને દ્વિપક્ષી બાબતમાં આન્તરરાષ્ટ્રિય દખલગીરી નહોતી જોઈતી.

- સરદારે નેહરૂના ઈરાદાની ટીક્કા કરી
૧૯૪૯માં જ્યારે પુર્વ પાકિસ્તાનમાંથી પશ્ચીમ બંગાળ, આસામ અને ત્રિપુરામાં આવવા વાળા શરણાર્થીઓની સંખ્યા 8 લાખને વાટાવી ગઈ ત્યારે કટોકટી ઉભી થઈ હતી. ઘણાખરા કિસ્સાઓમાં શરણાર્થીઓને જોર જબરદસ્તીથી પાકિસ્તાની હુકુમત દ્વારા કાઢી મુકવા આવ્યા હતા તેમજ તેમને ધમકીઓ અને હિંસાનો સામનો કરવો પડ્યો હતો. નેહરુએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી લિયાકત અલી ખાનને શાંતિપુર્ણ ઉકેલ માટે આમંત્રિત કર્યા હતા. પોતાની ઈચ્છા ન હોવા છતાં સરદારએ ખાન સાથે મંત્રણા કરી હતી. તેમ છતાં સરદારે નેહરુના એ ઈરાદાની ટીકા કરી હતી કે જેમા નેહરુને એવા કરાર ઉપર સહી કરવી હતી જેમા બન્ને દેશોમાં અલ્પસંખ્યકો માટે આયોગ રચવામાં આવે તેમજ બન્ને દેશોમાં રહેતા અલ્પસંખ્યકોની સલામતીની બાંયધરી આપવામાં આવે.

READ : 8 Lesser-Known Facts About Sardar Vallabhbhai Patel |
No comments:
Post a Comment